ઓ નીલ ગગનના પંખેરુ

ઓ નીલ ગગનના પંખેરુ તું કાં નવ પાછો
આવેમને તારી યાદ સતાવે…
સાથે રમતાં, સાથે ફરતાં, સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજું આવ્યું વાર ન લાગી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…
તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉંચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…
મોરલા સમ વાટલડી જોઉં ઓરે મેહુલા તારી
વિનવું વારંવાર હું તુજને સાંભળ રે વિનંતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કાં નવ મને બોલાવે મને તારી યાદ સતાવે…

No comments: